ઈસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan) ના વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) દેશમાં પોલીયો (Polio) ના કેસ સામે આવ્યાં બાદ માતા પિતાને આગ્રહ કર્યો છે કે તેઓ બાળકોને માત્ર તેમના સારા સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ રાષ્ટ્ર માટે પણ થઈને એન્ટી પોલીયો ટીકાકરણ કરાવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટન ચૂંટણી: લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિને ઉઠાવ્યો હતો કાશ્મીર મુદ્દો, મળી ધોબીપછાડ


ડોન ન્યૂઝના અહેવાલ મુજબ શુક્રવારે અહીં રાષ્ટ્રવ્યાપી પોલીયો નાબુદી અભિયાનના શુભારંભ સમારોહમાં વડાપ્રધાને કહ્યું કે પાકિસ્તાન દુનિયાના એ બે દેશોમાંનો એક છે જ્યાં પોલીયોનું અસ્તિત્વ હજુ પણ છે અને તેમણે તેને 'શરમજનક' ગણાવ્યું. 


બ્રિટન: ચૂંટણીમાં પ્રીતિ પટેલ સહિત અનેક ભારતીય મૂળના ઉમેદવારોની શાનદાર જીત


ઈમરાન ખાને કહ્યું કે જે માતાઓ આ જોઈ રહી છે હું અપીલ કરું છું કે જો તેમણે બાળકોને પોલીયોનો ડ્રોપ્સ ન પીવડાવ્યાં હોય તો સ્વાસ્થ્યકર્મીઓ પાસે જઈને પોતાના બાળકોનું ટીકાકરણ કરાવે. તેમણે કહ્યું કે પાંચ વર્ષથી ઓછી ઉઁમરના લગભગ 40 લાખ બાળકોના ચાલી રહેલા અભિયાનમાં ટીકાકરણ કરવામાં આવશે. તેમણે  કહ્યું કે તે તમારા બાળકો માટે અને આપણા દેશ માટે પણ મહત્વપૂર્ણ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube